GUJARAT GENERAL KNOWLEDGE

ALWAYS READY FOR YOU

ભજીયા વેચતા ધીરજલાલ કેવી રીતે બન્યા ધીરુભાઇ અંબાણી ?

B'Spl: ભજીયા વેચતા ધીરજલાલ કેવી રીતે બન્યા ધીરુભાઇ અંબાણી ?બિઝનેસ ડેસ્કઃ ભારતના સૌથી મોટા ઔદ્યોગિક સામ્રાજ્યના સ્થાપક સાહસિક ધીરૂભાઇ અંબાણીનો જન્મ 28 ડિસેમ્બર 1932ના રોજ ગુજરાતના જૂનાગઢ જીલ્લાના ચોરવાડ ખાતે થયો હતો. તેમના પિતાનું નામ હિરાચંદ અને માતાનું નામ જમુનાબેન છે. જ્યારે તેમની પત્નીનું નામ કોકિલાબેન છે. ધીરૂભાઇ અંબાણીના પરિવારમાં બે પુત્રો અને પુત્રીઓનો સમાવેશ થાય છે. તેમના પુત્રોનું નામ મુકેશ અંબાણી અને અનિલ અંબાણી છે અને બે પુત્રીઓનું નામ નીના અને દિપ્તી છે. 

કર લો દુનિયા મુઠ્ઠી મેં....આ સપનું બીજા કોઇએ નહીં પરંતુ પોતાની મહેનતથી જમીનથી આકાશ સુધી પહોંચેલા ધીરૂભાઈ અંબાણીએ જોયું હતું. આ સપનાને સાકાર કરવા માટે રાત-દિવસ મહેનત કરી. 

ગુજરાતના નાના ગામમાં જન્મેલા ધીરૂભાઈના જન્મદિવસે અમે તમને તેમની સાથે જોડાયેલ કેટલીક વાત જણાવવા જઈ રહ્યા છીએ....B'Spl: ભજીયા વેચતા ધીરજલાલ કેવી રીતે બન્યા ધીરુભાઇ અંબાણી ?
પાંચ ભાઇ-બહેનમાં ધીરૂભાઈ ત્રીજા નંબરે હતા. પરિવારના પાંચ સંતાનોમાં રમણિકલાલ, નટવર લાલ, ધીરૂભાઈ અને બે બહેનો ત્રિલોચના અને જસુમતી સામેલ છે. B'Spl: ભજીયા વેચતા ધીરજલાલ કેવી રીતે બન્યા ધીરુભાઇ અંબાણી ?આર્થિક પરિસ્થિતિ નબળી રહેતા ધીરૂભાઈને હાઇસ્કૂલ પછીનું શિક્ષણ છોડવું પડ્યું હતું. ધીરૂભાઈએ બાળપણમાં જ ઘરમાં આર્થિક મદદ કરવાનું શરૂ કરી દીધું હતું. એ સમયે તેઓ ગિરનારની નજીક ભજિયા-પકોડાની દુકાન લગાવતા હતા.B'Spl: ભજીયા વેચતા ધીરજલાલ કેવી રીતે બન્યા ધીરુભાઇ અંબાણી ?1949માં 17 વર્ષની ઉંમરે તો કાબોટા નામની શિપથી યમનના એડેન શહેર પહોંચ્યા. ત્યાં તેમના મોટા ભાઇ રમણિકલાલે તેમના માટે તમામ વ્યવસ્થા કરી રાખી હતી. માટે તેમને ત્યાં નોકરી મેળવવામાં કોઈ વધુ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો ન હતો.B'Spl: ભજીયા વેચતા ધીરજલાલ કેવી રીતે બન્યા ધીરુભાઇ અંબાણી ?1962માં ધીરૂભાઇ અંબાણી ભારત પાછા આવ્યા અને રિલાયન્સ કંપનીની શરૂઆત કરી. શરૂઆતમાં રિલાયન્સ પોલિયસ્ટર યાર્નની આયાત અને મસાલાની નિકાસ કરતા હતા. રિલાયન્સ કમર્શીયલની પ્રથમ ઓફિસ મસ્જીદ બંદરની નરસિનાથ ગલી ખાતે શરૂ કરવામાં આવી. જે માત્ર એક રૂમની ઓફિસ હતી. 1965માં તેમના ભાગીદાર ચંપકલાલ દામાણી અને ધીરૂભાઇ અંબાણી બંન્ને છૂટાં પડ્યાં. ત્યારબાદ ધીરૂભાઇએ પોતાના સ્વતંત્ર ધંધાની શરૂઆત કરી.B'Spl: ભજીયા વેચતા ધીરજલાલ કેવી રીતે બન્યા ધીરુભાઇ અંબાણી ?
 
1966માં તેમણે અમદાવાદના નરોડામાં ટેક્સટાઇલની ફેક્ટરીની સ્થાપના કરી, જેને 1978થી લોકો 'વિમલ'ના નામે જાણે છે. ધીરૂભાઇ એક સાહસિકવૃત્તિ હોવાનું માનવામાં આવે છે. 1968મા તેઓ દક્ષિણ મુંબઇના અલ્ટ્રા માઉન્ટ રોડ ખાતેના વૈભવી એપાર્ટમેન્ટમાં રહેવા ગયા. 1970ના દસકાના અંત સુધીમાં તેમની અંદાજીત સંપત્તિ 10 લાખ રૂપિયા હતી. 1977માં રિલાયન્સને પબ્લીક લિ. કંપની કરી.B'Spl: ભજીયા વેચતા ધીરજલાલ કેવી રીતે બન્યા ધીરુભાઇ અંબાણી ?
 
1991 - હજીરા પ્રોજેક્ટની શરૂઆત કરી. તેમની લોકો સાથે કામ કરવાની આવડત દંતકથા સમાન હતી. તેઓ 'મોકળા દરવાજા' ની નીતિ ને અનુસરતા. કર્મચારીઓ સરળતાથી તેમની કેબિનમાં જઇને પોતાની સમસ્યાઓની ચર્ચા કરી શકતા. કર્મચારીઓ, શેરધારકો, પત્રકારો કે પછી સરકારી અધિકારીઓ જેવા વિવિધ વર્ગો સાથે કામ કરવાની પોતાની આગવી પદ્ધતિ હતી.B'Spl: ભજીયા વેચતા ધીરજલાલ કેવી રીતે બન્યા ધીરુભાઇ અંબાણી ?
1992માં તેમને વિદેશી ભંડોળ શેરબજારની ભાષામાં જી.ડી.આર. લાવનાર પ્રથમ ભારતીય કંપની હતી. તેમની મહેનત અને અથાગ પરિશ્રમના કારણે રિલાયન્સ દિવસ-રાત પ્રગતિના શીખરો સર કરવા લાગી. અને 1999માં તેમને જામનગર ખાતે વિશ્વની સૌથી મોટી રીફાઇનરીની શરૂઆત કરી.B'Spl: ભજીયા વેચતા ધીરજલાલ કેવી રીતે બન્યા ધીરુભાઇ અંબાણી ?
2002માં સરકારી કંપની આઇ.પી.સી.એલ. રિલાયન્સના સંચાલન હેઠળ આવી. ધીરૂભાઇ અંબાણીની દીર્ઘદ્રષ્ટિ, મહેનત અને કોઠાસુઝને લીધે આજે રિલાયન્સ જુથે ભારતની સૌથી મોટી ઉદ્યોગ સંસ્થા અને ફોર્ચ્યુન- 500 માં સ્થાન મેળવ્યું છે. વર્ષ 1976-1977માં 70 કરોડ રૂપિયાના ટર્ન ઓવરને માત્ર 15 જ વર્ષમાં 3,000 કરોડ પર પહોંચાડ્યું. રિલાયન્સ ગ્રુપ 85, 000 માણસોને રોજી આપતી ઉદ્યોગ સંસ્થા બની અને દેશભરમાં ગુજરાતનું નામ રોશન કર્યું. એશીયા વીક મેગેઝીન દ્વારા 1997-1998-2000 એમ ત્રણ વાર પાવર-50 એશિયાના સૌથી પ્રભાવશાળી વ્યક્તિ તરીકેનું સન્માન આપવામાં આવ્યું હતું.B'Spl: ભજીયા વેચતા ધીરજલાલ કેવી રીતે બન્યા ધીરુભાઇ અંબાણી ?
 
FICCI (ફેડરેશન ઓફ ઇન્ડીયા ચેમ્બર્સ ઓફ કોમર્સ) દ્વારા 20મી સદીના ભારતીય ઉદ્યોગ સાહસિક તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. 2001 - ટાઇમ્સ ગ્રુપ ના 'ઇકોનોમીક ટાઇમ્સ' દ્વારા ધી ઇકોનોમીક્સ ટાઇમ્સ એવોર્ડ ફોર કોર્પોરેટ એક્સેલેંસ થી નવાજવામાં આવ્યા હતા અને તેમના ફોટાવાળી ટપાલ ટિકીટ બહાર પાડવામાં આવી હતી.B'Spl: ભજીયા વેચતા ધીરજલાલ કેવી રીતે બન્યા ધીરુભાઇ અંબાણી ?
 
સમયની કદમ તાલ મીલાવતાં ધીરૂભાઇ અંબાણીએ પોતાના ધંધામાં વૈવિદ્યકરણ લાવ્યા. પોતાનો મુખ્ય વ્યવસાય પેટ્રોકેમિકલ્સ ઉપરાંત ટેલિકોમ્યુનિકેશન્સ, ઇન્ફર્મેશન ટેકનોલોજી, એનર્જી, પાવર, રીટેલ, ટેક્સટાઇલ, ઇન્ફ્રાસ્ટ્રકચર, મૂડીબજાર વગેરે ક્ષેત્રે કારોબારનો વ્યાપ વધારતા ગયા. ધીરૂભાઇ અંબાણીનો આ સમગ્ર બિઝનેસ તેમના બે પુત્રો મુકેશ અને અનિલ અંબાણી વ્યક્તિગત રીતે સંભાળી રહ્યાં છે.
 
2005ની સાલમાં બંન્ને ભાઇઓ મુકેશ અંબાણી અને અનિલ અંબાણી વચ્ચે મતભેદ સર્જાતા તેમના કારોબારનું વિભાજન કરવામાં આવ્યું હતું. તે સમયે બંને ભાઇઓએ નક્કી કર્યું હતું કે એકબીજાના બિઝનેસ ક્ષેત્રમાં પ્રવેશ નહીં કરે. પરંતુ ગયા વર્ષે ધીરૂભાઇ અંબાણીના 80મા જન્મદિવસ નિમિત્તે ચોરવાડ ધીરૂભાઇનો આખો પરિવાર હાજર રહ્યો હતો. ચોરવાડમાં ધીરૂભાઇ અંબાણી મેમોરીયલ હાઉસની સ્થાપના કરાઇ હતી. તે સમયે છેલ્લાં થોડાંક સમયથી બે ભાઇઓ વચ્ચે જે અણબોલા હતા તે તૂટ્યા હોય એવું લાગ્યું હતું અને બંને ભાઇઓ એક બીજા સાથે વાતચીત કરતાં જોવા મળ્યા હતા. ત્યારબાદ બંનેએ એક બીજાના બિઝનેસ ક્ષેત્રમાં નહીં પ્રવેશવાનો કરાર તોડી નાંખ્યો. તેના થોડાંક સમય બાદ મુકેશ અંબાણીએ અનિલની ટેલિકોમ કંપનીમાં રોકાણ કરવાની પણ જાહેરાત કરી.
 
તેમની યાદો, સ્મૃતિઓ તેમના ગામ ચોરવાડમાં આજે પણ સચવાયેલા છે. ચોરવાડ ખાતેનું નિવાસ સ્થાન હાલના સમયે આજે પણ યથાવત સ્થિતીમાં રાખવામાં આવ્યું છે. તેમનું નિવાસ સ્થાન 'ધીરૂભાઇનો ડેલો' તરીકે ઓળખાય છે. શુન્યમાંથી સર્જન કરી દેશનાં ટોચનાં ઉદ્યોગપતિ તરીકે નામના મેળવનાર ધીરૂભાઇએ કેવી રીતે સંઘર્ષ કરી રિલાયન્સ કંપનીની સ્થાપના કરી અને આજે તેનું સામ્રાજ્ય કેટલું છે તે સૌ કોઇ જાણે છે.

No comments: